30 May, 2024 05:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ ફોટો વિરાટ કોહલીએ ૨૦૧૬માં શૅર કર્યો હતો
બર્ગર લવર્સ માટે મંગળવાર, ૨૮ મેનો દિવસ ખાસ હતો, કેમ કે આ દિવસ ઇન્ટરનૅશનલ બર્ગર ડે તરીકે ઊજવાય છે. ઑનલાઇન ફૂડ ડિલિવરી પ્લૅટફૉર્મ સ્વિગીએ પણ તેના કસ્ટમર્સને બર્ગર ડે વિશ કર્યું હતું. સ્વિગીની આ પોસ્ટ એટલા માટે ખાસ હતી, કેમ કે એમાં વિરાટ કોહલીનો બાળપણનો ફોટો હતો. સ્વિગીએ ક્રિકેટરનો નોસ્ટાલ્જિક ફોટો શૅર કર્યો હતો જેમાં તે બર્ગર ખાઈ રહ્યો છે અને ટેબલ પર પણ બર્ગરથી ભરેલી પ્લેટ પડી છે. સ્વિગીએ વિરાટ કોહલીની પોસ્ટ શૅર કરતાં લખ્યું હતું કે ‘ક્યારેક તમે એક સારું બર્ગર ખાઓ છો અને એના વિશે જીવનભર વિચારો છો. હૅપી બર્ગર ડે.’ મૂળ ફોટો વિરાટ કોહલીએ ૨૦૧૬માં શૅર કર્યો હતો અને લખ્યું હતું કે ‘હું બાળપણમાં બધું જ ખાતો અને એટલે જ એક ગોળમટોળ છોકરો હતો. જુઓ કેવી રીતે હું બર્ગરને માણતો હતો!’