15 પત્ની અને 23 બાળકો હોવા છતાં દર વર્ષે લગ્ન કરે છે આ રાજા

18 August, 2020 05:35 PM IST  |  South Africa | Gujarati Mid-day Online Correspondent

15 પત્ની અને 23 બાળકો હોવા છતાં દર વર્ષે લગ્ન કરે છે આ રાજા

રાજા મસ્વાતી થર્ડ (તસવીર સૌજન્ય: ફેસબુક)

મોટાભાગના દેશોમાં રાજાશાહી હવે પુર્ણ થઈ ગઈ છે. પરંતુ  આફ્રિકામાં આજે પણ એક એવો દેશ છે જ્યાં સમગ્રપણે રાજાશાહી છે. આ દેશનું નામ છે સ્વાઝીલેન્ડ. સ્વાઝીલેન્ડનો રાજા અરબોની સંપત્તિનો માલિક છે. તેને 15 પત્ની અને 23 બાળકો હોવા છતાં તે દર વર્ષે લગ્ન કરે છે. આ સિવાય તેના વિશે ઘણી બાબતો જાણવા જેવી છે.

વર્ષ 2018માં આફ્રિકા દેશને મળેલી આઝાદીના 50 વર્ષ પુરા થવા પર અહીંના રાજાએ દેશનું નામ બદલ્યુ હતું. બાદમાં તેનુ નામ ધ કિંગડમ ઓફ ઈસ્વાતિની રાખી દીધું છે. આ દેશ દક્ષિણ આફ્રિકા મહાદ્વીપમાં દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલો છે. દક્ષિણ આફ્રિકાના લોકોએ ક્રિકેટને લઈ ભારતમાં ખાસ્સી ઓળખ બનાવી છે. આ દેશ ફરી ચર્ચામાં આવ્યો છે અને તેનું કારણ છે અમીર રાજા, મસ્વારી થર્ડે. રાજાએ અત્યાર સુધી 15 વાર લગ્ન કર્યાં છે તેને 15 પત્ની અને 23 બાળકો છે છતાં તે ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યો છે. મસ્વાતી થર્ડ તેની લાઈફસ્ટાઈલને લીધે સતત ચર્ચામાં હોય છે. લોકો રાજાની આલોચના પણ કરે છે કે, જે દેશની કુલ આબાદી 13 લાખ છે અને તેમાંથી 63 ટકા જનતા ગરીબ હોય તે દેશનો રાજા આટલું વૈભવી જીવન કેવી રીતે જીવી શકે! મસ્વાતી થર્ડની ગણતરી દુનિયાના સૌથી અમીર અને ધનવાન રાજાઓમાં થાય છે. મીડિયા અહેવાલો પ્રમાણે, મસ્વાતી પાસે 14 અરબથી વધારે સંપત્તિ છે. તે થર્ડ આલીશાન કાર કલેક્શનનો માલિક છે. તેની પાસે 19 રોલ્સ રપયસ, 20 મર્સિડીઝ અને 12 બીએમડબલ્યુ કાર છે.

 

દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મહારાનીની માના શાહી ગામડામાં લુદજીજીનીમાં ઉમ્હલાંવા સેરેમની ફેસ્ટીવલ યોજાય છે. જેમાં 10,000 થી વધારે કુંવારી યુવતીઓ અને બાળકીઓ સામેલ થાય છે. આ ઉત્સવમાં રાજાની સામે કુંવારી યુવતીઓ ડાન્સ કરે છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ યુવતીઓમાંથી રાજા પોતાના માટે રાણી પસંદ કરે છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ યુવતીઓ કપડા પહેર્યા વગર જ પ્રજાની સામે રાજાને દેખતા ડાન્સ કરે છે. ગત વર્ષે આ દેશની અમુક યુવતીએ તેનો વિરોધ કર્યો હતો. અનેક યુવતીએ આ પરેડમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. જો કે, રાજાની જાણમાં આ વાત આવતા તેમના પરિવારોએ ઘણો દંડ ભરવો પડ્યો હતો. ઉપરાંત આ રાજાઓ પર એવા પણ આરોપ છે કે, તેઓ ખૂબ એશોઆરામની જીંદગી જીવે છે, જ્યારે ત્યાંની મોટા ભાગની પ્રજા અતિગરીબીમાં જીવી રહી છે.

જણાવી દઈએ કે, વર્ષ 2015માં ભારત આફ્રિકી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રાજા મસ્વાતી થર્ડ ભારતમાં આવી ચુક્યા છે. રાજા મસ્વાતી થર્ડ પોતાની સાથે 15 પત્ની અને બાળકો સાથે 100 નોકર લાવ્યા હતા. તેમને દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાણ કર્યુ હતું. જેમાં તેમના માટે 200 રૂમ બુક કરાવ્યાં હતાં.

international news africa south africa offbeat news