કાર્ડબોર્ડના પ્રાણીઓ સાથે સનસેટ સેલ્ફી

27 July, 2020 09:36 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

કાર્ડબોર્ડના પ્રાણીઓ સાથે સનસેટ સેલ્ફી

કાર્ડબોર્ડના પ્રાણીઓ સાથે સનસેટ સેલ્ફી

આ સાથે મૂકવામાં આવેલી તસવીરોમાં એક વ્ય‌ક્તિ વિવિધ જંગલી પ્રાણીઓ સાથે સનસેટની આડશમાં રમી રહ્યો હોય અથવા તો ખરાખરીનો જંગ ખેલી રહ્યો હોય એવા દૃશ્યો દેખાય છે. જોકે આ માત્ર ફોટોગ્રાફીની જ કમાલ છે. અમેરિકાના ૫૪ વર્ષના જૉન માર્શલ નામના ફોટોગ્રાફરે પાંચ વર્ષની મહેનત બાદ આ ફોટોગ્રાફ્સ પાડ્યા છે. સૂરજ જ્યારે આથમી રહ્યો હોય ત્યારે એને પૃષ્ઠભૂમિ તરીકે વાપરીને ઑસ્ટ્રિચ, ડ્રેગન, પેન્ગ્વિન, ઝેબ્રા, હરણ જેવાં પ્રાણીઓના કટઆઉટની સાથે આ કલાકાર પોઝ આપે છે અને ચોક્કસ ઍન્ગલથી તસવીરો લે છે. એક તસવીરમાં તો ડાયનોસૉરનું સ્મૉલ વર્ઝન પણ દેખાય છે. જૉનને યુવાનીમાં કાર્ટૂનિસ્ટ બનવું હતું, પણ નસીબે સાથ ન આપ્યો. આખરે જ્યારે કરીઅર ઢળવાનો સમય આવ્યો ત્યારે તેણે પોતાની અનોખી કાર્ડબોર્ડ આર્ટ વિકસાવી જેની હવે દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે.

international news national news offbeat news