ઍન્ટિક કલેક્શનના શોખીનોને આવા ચળકતા ગ્લાસ બહુ આકર્ષે છે

04 December, 2020 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઍન્ટિક કલેક્શનના શોખીનોને આવા ચળકતા ગ્લાસ બહુ આકર્ષે છે

ઍન્ટિક કલેક્શનના શોખીનોને આવા ચળકતા ગ્લાસ બહુ આકર્ષે છે

ઍન્ટિક કલેક્શનના શોખીનોને યુરેનિયમ ગ્લાસનું ખૂબ આકર્ષણ હોય છે. આ ગ્લાસ અંધારામાં ચળકે છે, કેમ કે એ રેડિયોઍક્ટિવિટી ધરાવતા હોય છે. અલબત્ત, જાણ્યે-અજાણ્યે એમાંથી પસાર થતા કિરણોત્સર્ગની અસર થવાનું જોખમ તેમના પર તોળાયેલું રહે છે. માનો યા ન માનો, એક વખતમાં લોકો ચમકદાર કાચ બનાવવા માટે જોખમી પ્રમાણમાં રેડિયોઍક્ટિવિટી એટલે કે કિરણોત્સર્ગનો સામનો કરતા હતા. 
યુરેનિયમ ગ્લાસમાં પીળા કે લીલાશ પડતા પીળા રંગની ઝાંય હોય છે.  યુરેનિયમ ઑક્સાઇડ વડે એ કલર-ઇફેક્ટ પેદા કરવામાં આવે છે. અલ્ટ્રા વાયલેટ બ્લૅક લાઇટમાં એનો લીલો રંગ ચમકે છે. એ ચમકને કિરણોત્સર્ગ સાથે સંબંધ નથી, પરંતુ યુરેનિયમનો રાસાયણિક ગુણ ચમકવાનો છે. 
જોકે કાચમાં જેટલો વધારે યુરેનિયમ ઑક્સાઇડ વપરાય એટલી વધારે ચમક આવે એ ધારણા ખોટી છે. જસ્ટ બે ટકા યુરેનિયમ ઑક્સાઇડ વપરાયો હોય એ કાચમાં. જે ચમક હોય એટલી ચમક ૨૦ ટકા યુરેનિયમ ઑક્સાઇડ વપરાયો હોય એ કાચમાં હોતી નથી. પચીસ ટકા યુરેનિયમ ઑક્સાઇડ જે કાચમાં હોય એમાં ચમક હોતી નથી. 
તાજેતરમાં નેપલ્સના અખાતમાં કૅપ પોસિલિપોના રોમન વિલામાં  મળેલા  ચમકદાર મોઝેઇકના યુરેનિયમ ગ્લાસમાં ફક્ત એક ટકા પ્રમાણમાં યુરેનિયમ કૉન્સન્ટ્રેશન હતું. બ્રિટિશ ગ્લાસ મૅન્યુફૅક્ચરિંગ કંપની બાર્ગ્લી ઍન્ડ ડેવિડસને વર્ષ ૧૮૮૦થી  ૧૯૩૦ના ગાળામાં સૌથી વધારે પ્રમાણમાં યુરેનિયમ ગ્લાસનું ઉત્પાદન કર્યું હતું. આવા ગ્લાસિસ કલેક્શનના શોખીનોને બહુ આકર્ષી રહ્યા છે.

international news offbeat news national news