સ્નૉ ફૉલ, સૂર્ય અને ક્યા સીન હૈ...

11 January, 2022 09:12 AM IST  |  Minnesota | Gujarati Mid-day Correspondent

અમેરિકાના મિનેસોટામાં બુધવારે બપોરે બરફાચ્છાદિત પૃષ્ઠભૂમિ અને તેજસ્વી વાદળી આકાશ વચ્ચે સૂર્યની આસપાસ પ્રકાશનું આભામંડળ પથરાયું હતું

સ્નૉ ફૉલ, સૂર્ય અને સીન

અમેરિકાના મિનેસોટામાં બુધવારે બપોરે બરફાચ્છાદિત પૃષ્ઠભૂમિ અને તેજસ્વી વાદળી આકાશ વચ્ચે સૂર્યની આસપાસ પ્રકાશનું આભામંડળ પથરાયું હતું, જેના અદ્ભુત ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.
આ અવિશ્વસનીય ઘટનાને સન ડૉગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વાતાવરણમાં બરફના સ્ફટિકો દ્વારા પ્રકાશનું વક્રીવર્તન થાય ત્યારે થાય છે. આ આભામંડળમાં સૂર્યની આસપાસ પ્રકાશની રિંગ પણ દેખાય છે જે એક પ્રકારની કેલિડોસ્કોપિક અસર છે.
આ દુર્લભ ઘટના કલાપ્રેમી ફોટોગ્રાફર કૅરોલ બૌરેએ રેકૉર્ડ કરી હતી. જોકે સૂર્યનું આ આભામંડળ પ્રથમ વાર નહોતું બન્યું.ગયા વર્ષે જૂનમાં હૈદરાબાદમાં પણ આવું જ આભામંડળ જોવા મળ્યું હતું. 
ઑક્ટોબર ૨૦૨૦માં ચીનના મોહે શહેરમાં એકસાથે ત્રણ સૂર્ય જોવા મળ્યા હતાં, જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૦માં એક સમયે પાંચ સૂર્ય પણ જોવા મળ્યા હતા. જોકે અહીં એક સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે આભામંડળ એ કોઈ પણ રીતે મેઘધનુષ નથી. 
જ્યારે ચંદ્રની આસપાસ જોવા મળતા આભામંડળને શિયાળુ આભામંડળ અથવા ચંદ્ર-રિંગ કહેવામાં આવે છે. એ કોઈપણ ઋતુમાં અને વર્ષના કોઈપણ સમયે જોઈ શકાય છે, પરંતુ હંમેશાં સ્પષ્ટ અથવા તેજસ્વી નથી હોતા.

offbeat news international news