સ્નો લેપર્ડના ફોટોગ્રાફથી નેટિઝન્સ થયા ઇમ્પ્રેસ્ડ

30 June, 2022 09:17 AM IST  |  Ladakh | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ ફોટોગ્રાફે થોડા જ સમયમાં ૩૦,૦૦૦થી વધુ લાઇક્સ મેળવ્યા હતા

સ્નો લેપર્ડ

સ્નો લેપર્ડના ફોટોગ્રાફ્સ હંમેશાં સોશ્યલ મીડિયા યુઝર્સને ખૂબ ગમી જાય છે, જેના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાતાં જ વાઇરલ થઈ જાય છે.  

આ વખતે સાશા ફોનેસ્કાએ લદ્દાખમાં ક્લિક કરેલા એક સ્ટનિંગ ફોટોગ્રાફથી સોશ્યલ મીડિયા યુઝર્સ ઇમ્પ્રેસ થઈ ગયા છે, કેમ કે એમાં કૅમેરાની સામે જોઈને ગરજતો સ્નો લેપર્ડ જોવા મળે છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ ફોટોગ્રાફે થોડા જ સમયમાં ૩૦,૦૦૦થી વધુ લાઇક્સ મેળવ્યા હતા. આ ફોટોગ્રાફને ૧૭ જૂને ફોનેસ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.
સાશાએ જણાવ્યું હતું કે ૨૦૧૮માં તેમણે સ્નો લેપર્ડ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જેનાં ત્રણ વર્ષ બાદ તેઓ લેપર્ડના ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં સફળ રહ્યા હતા. તેમણે લદ્દાખના બરફથી ઢંકાયેલા પહાડો પર અનેક રાત વિતાવી છે. સાથે જ ઊંચાઈ પર અનેક હિમ તોફાનોનો સામનો કર્યો છે. તેમણે પર્વતો પર અનેક પ્રાણીઓના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે. જોકે તેમણે સ્નો લેપર્ડ જોયો ત્યારે તેમને ખૂબ આશ્ચર્ય થયું હતું.  

offbeat news national news