સ્ટુડન્ટે ક્વેરીનો ઈ-મેલ કર્યો, ટીચર વાઇટ બોર્ડ લઈને પહોંચ્યા તેના ઘરે

04 April, 2020 09:31 AM IST  |  Mumbai Desk

સ્ટુડન્ટે ક્વેરીનો ઈ-મેલ કર્યો, ટીચર વાઇટ બોર્ડ લઈને પહોંચ્યા તેના ઘરે

કોરોના વાઇરસને કારણે દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ પ્રવર્તે છે. સ્કૂલ-કૉલેજો બંધ પડી છે અને એને લીધે બાળકોની ભણવાની તાલાવેલી ઓછી નથી થઈ શકી. છઠ્ઠા ધોરણમાં ભણતી આ છોકરીએ ગણિતના વિષયમાં મુશ્કેલી પડતાં શિક્ષકને ફોન કર્યો તો શિક્ષકે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતાં પોતાની સ્ટુડન્ટના પ્રશ્નનો ઉકેલ પણ લાવી આપ્યો. 

જોશ ઍન્ડરસને તેના ટ્વિટર-હૅન્ડલ પર આ ઘટના સાથે ફોટો શૅર કરતાં જણાવ્યું હતું કે તેની છઠ્ઠા ધોરણમાં ભણતી પુત્રીએ તેના ગણિતના વિષયના પ્રશ્નને સમજવા તેના ટીચરને ઈ-મેઇલ કર્યો હતો. ટીચરે ઈ-મેઇલનો જવાબ આપવાને બદલે વાઇટ બોર્ડ લઈને સ્ટુડન્ટના ઘરે પહોંચી ગયા. અલબત્ત, સોશ્યલ ડિસ્ટન્સિંગના રૂલને તેમણે તોડ્યો નહીં. ટીચરે સ્ટુડન્ટના ઘરની બહાર વાઇટ બોર્ડ લઈને ત્યાં જ ક્લાસ ચાલુ કરી દીધો અને સ્ટુડન્ટ તેના ઘરમાં કાચની બંધ બારીની અંદર બેઠી-બેઠી શીખવા માંડી. આ ઘટનાના ફોટોમાં જોઈ શકાય છે કે ટીચરે વાઇટ બોર્ડ પર પ્રશ્નનો ઉકેલ બતાવ્યો જે સ્ટુડન્ટે ઘરમાં બેસીને કાચની દીવાલની આરપાર જોઈને સમજી લીધો હતો.

offbeat news international news