આપમેળે ગલી સાફ કરી ગયો હશે સ્ટ્રીટ-ક્લીનિંગ રોબો

13 January, 2019 08:54 AM IST  | 

આપમેળે ગલી સાફ કરી ગયો હશે સ્ટ્રીટ-ક્લીનિંગ રોબો

સ્વચ્છ ભારત અભિયાન માટે છે બેસ્ટ

વહેલી સવારે રસ્તાઓની સફાઈ માટે સફાઈકામદારો ઝાડુ અને કચરો ઉઠાવવાની પેટી લઈને કામે લાગી પડતા હોય છે. જોકે ઉત્તર ચીનના ટિઆનજિન શહેરમાં ઑટોમૅટેડ ક્લીનિંગ મૂવર લૉન્ચ કરાયાં છે.

આ મશીન લેસર રડાર, અલ્ટ્રાસૉનિક રડાર સેન્સર અને કચરો લોકેટ કરવા માટે કૅમેરા જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. આ મશીન બૅટરી-ઑપરેટેડ છે અને આપમેળે એની અંદર સેટ કરવામાં આવેલી ગલીઓ સાફ કરીને કચરો ઉઠાવીને લઈ આવે છે. આ મશીન છ માણસનું કામ કરવા માટે સક્ષમ છે. ગયા વર્ષે આ વેસ્ટ-મૂવર મશીનની ટ્રાયલ શરૂ થઈ હતી. એની સફળતા બાદ હવે ટિઆનજિનના ઇન્ડસ્ટિÿયલ પાર્કમાં આ મશીનો તહેનાત કરી દેવામાં આવ્યાં છે. આ મશીનોને વહેલી સવારે જ રોડ પર છોડી મૂકવાથી થોડા જ કલાકમાં આપમેળે કામ પતાવીને પાછાં આવી જાય છે.

આ પણ વાંચોઃ ઉંદર જેવું દેખાતું આ કયું પ્રાણી છે?

 

offbeat news