વિચિત્ર ચોર : પચીસ વર્ષમાં ૫૮૦૦ સાઇકલોની સીટો ગાયબ કરી ગયો

08 March, 2020 10:32 AM IST  |  Mumbai Desk

વિચિત્ર ચોર : પચીસ વર્ષમાં ૫૮૦૦ સાઇકલોની સીટો ગાયબ કરી ગયો

જપાનના એક માણસે એક વર્ષમાં ૧૫૯ સાઇકલોની સીટો ચોર્યાની ખબર લખ્યાને માંડ થોડા મહિના પસાર થયા હશે ત્યાં પચીસ વર્ષમાં ૫૮૦૦ સીટો ચોરનારા ૫૭ વર્ષના ટ્રક-ડ્રાઇવર હિરોકી સુડાને પોલીસે ઝડપી લીધાના સમાચાર મળ્યા છે. ૨૦૧૯ની ૨૯ અને ૩૦ નવેમ્બરે હિંગાશિયોસાકા રેલવે સ્ટેશનના પાર્કિંગ લૉટમાંથી ૫૫૫૦ રૂપિયાની કિંમતની બે સાઇકલની સીટો ચોરાતાં તપાસ હાથ ધરાઈ હતી. એ તપાસ માટે સર્વેલન્સ કૅમેરામાં ઝડપેલા ટ્રક-ડ્રાઇવર હિરોકી સુડાની ૧૩ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ હિરોકી સુડાને કડક પૂછપરછ કરાતાં તેણે પચીસ વર્ષોથી સાઇકલોની સીટો ચોરતો હોવાનું કબૂલ્યું હતું. શરૂઆતમાં ટોકિયો અને ઓસોકામાં તે કામધંધાની માનસિક તાણ દૂર કરવા માટે સીટો ચોરતો હતો. એ બધી સીટોનો સંગ્રહ જપ્ત કર્યા પછી પોલીસે એ સીટો પ્રદર્શન માટે મૂકી હતી.

international news offbeat news japan