બર્ફીલા રસ્તાઓમાં ડિલિવરી માટે શ્રીનગરનો ડિલિવરી બૉય થયો ઘોડા પર સવાર

14 January, 2021 10:38 AM IST  |  Mumbai | Mumbai Correspondent

બર્ફીલા રસ્તાઓમાં ડિલિવરી માટે શ્રીનગરનો ડિલિવરી બૉય થયો ઘોડા પર સવાર

બર્ફીલા રસ્તાઓમાં ડિલિવરી માટે શ્રીનગરનો ડિલિવરી બૉય થયો ઘોડા પર સવાર

કાશ્મીરમાં હાલમાં ઠંડીની લહેર પ્રસરી છે. બરફનો વરસાદ થઈ રહ્યો છે. કાશ્મીરની ધરતીએ સફેદ બરફની ચાદર ઓઢી હોય એવું દૃશ્ય છે. જોકે અમુક નોકરી એવી હોય છે જેમાં પરિસ્થિતિ એકદમ પ્રતિકૂળ હોય તો પણ તમારે ફરજ નિભાવવી પડે છે. આવી જ એક નોકરી છે ડિલિવરી બૉયની. ઑનલાઇન કંપનીઓના ડિલિવરી બૉયે કંપનીના ઑર્ડર ડિલિવર કરવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ઑર્ડર પૂરા કરવા પડે છે.
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં બરફથી ઢંકાયેલા કાશ્મીરમાં ઍમેઝૉનનો એક ડિલિવરી બૉય ચહરા પર કોવિડ-19 પ્રોટોકૉલનું પાલન કરતાં માસ્ક પહેરીને મસમોટી બૅગ સાથે ઘોડા પર સવારી કરીને ઑર્ડર મુજબ ડિલિવરી કરવા જઈ રહ્યો છે.
આ વિડિયોને અત્યાર સુધીમાં ૫૩,૦૦૦ વ્યુ અને ૨૦૦૦ લાઇક્સ મળ્યા છે.

offbeat news national news