૧૨ ફુટની પિચકારીએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

19 March, 2020 10:16 AM IST  |  Mumbai Desk

૧૨ ફુટની પિચકારીએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

અમેરિકન ટેલિવિઝન શો ‘લેટ્સ મેક અ ડીલ’માં એક જાયન્ટ પિચકારી પ્રેઝન્ટ કરવામાં આવી હતી જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓ દ્વારા વિશ્વવિક્રમ તોડનારી સૌથી જાયન્ટ પિચકારી ગણવામાં આવી હતી. ૧૯૯૦ની થીમના એપિસોડમાં આ પિચકારી રજૂ કરવામાં આવી હતી જેનું કદ ૧૨ ફુટ અને ૭.૭૫ ઇંચ લાંબુ હતું અને એનું વજન ૧૭૦૦ કિલોથી વધુ હતું. આ પહેલાંની ૭ ફુટ લાંબી પિચકારી સૌથી લૉન્ગેસ્ટનો રેકૉર્ડ ધરાવતી હતી.

international news offbeat news