કરોળિયાએ કર્યો ચામા‌ચીડિયાનો શિકાર

10 August, 2019 08:20 AM IST  |  અમેરિકા

કરોળિયાએ કર્યો ચામા‌ચીડિયાનો શિકાર

પ્રાણીજગતમાં ભાગ્યે જ જોવા મળે એવી ઘટના અમેરિકાના ટેક્સસમાં જોવા મળી છે. બુધવારે એન્નેટ ઍલાનિઝ ગ્વાઝાર્ડોનામની મહિલા પોતાના કામે જઈ રહી હતી ત્યારે તેને રસ્તામાં એક દૃશ્ય જોવા મળ્યું. કરોળિયાની જાળમાં એક ચામા‌ચીડિયું ફસાયેલું અને એ કરોળિયાની પકડમાંથી છૂટવા માટે મથામણ કરી રહ્યું હતું. સાઇઝમાં ચામા‌ચીડિયા કરતાં ઘણો નાનો કરોળિયો હોવા છતાં એ જીતી ગયો અને ચામાચીડિયાના રામ રમી ગયા હતા. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો આ વિડિયો જોઈને ખરેખર કરોળિયાનો ડર લાગવા લાગે એવું છે.

 

offbeat news hatke news