સ્પૅનિશ કંપનીએ બનાવ્યું વાઇન ફ્લેવરનું પાણી, જેમાં આલ્કોહૉલ જરા પણ નથી

29 December, 2018 08:26 AM IST  | 

સ્પૅનિશ કંપનીએ બનાવ્યું વાઇન ફ્લેવરનું પાણી, જેમાં આલ્કોહૉલ જરા પણ નથી

વાઈન ફ્લેવરનું વૉટર

થર્ટી ફર્નીસ્ટ પાર્ટીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દારૂના રસિયાઓને પીવાની બહુ ઉત્સુકતા હશે. જોકે જે લોકો દારૂ નથી પીતા અને હજીયે પીવા નથી માગતા એવા લોકો કાં તો પાર્ટીમાં જવાનું ટાળશે કાં પછી પાર્ટીમાં કોઈ તેમને ભૂલથી કશું પીવડાવી ન દે એ માટે ચિંતિત હશે. સ્પેનના ગૅલિસિયા વિસ્તારમાં આવેલી એક વાઇનરીએ જેમાં એક ટકાભાર પણ આલ્કોહૉલ ન હોય અને છતાં વાઇન જેવી ફ્લેવર હોય એવું પાણી તૈયાર કર્યું છે. વિડા ગૅલેસિયા નામનું આ પાણી શોધવા માટે બે વર્ષથી બોડેગા લિક્વિડો ગૅલેસિયા વાઇનરી અને સ્ટેટ એજન્સી ઑફ હાયર કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક રિસર્ચના સાયન્ટિસ્ટો મથી રહ્યા હતા. આ પાણી દેખાવમાં તેમ જ ટેસ્ટમાં વાઇન જેવું જ દેખાય છે, પરંતુ એમાં જરાય આલ્કોહૉલ નથી. એમાં બહુ જ ઓછી કૅલરી હોવાથી એને પાણી જ ગણવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ 6 વર્ષનાં ટ્વિન ભાઈ-બહેનને ગયા જન્મના પ્રેમી ગણાવીને પેરન્ટ્સે જ પરણાવી દીધાં

સાયન્ટિસ્ટોએ વાઇન બનાવવાની પ્રક્રિયા દરમ્યાન પેદા થતાં કેટલાંક દ્રવ્યો અને દ્રાક્ષને રંગ આપતાં રંજકદ્રવ્યોમાંથી આ નવું પીણું તૈયાર કર્યું છે, જેની ફૉમ્યુર્લા સીક્રેટ રાખવામાં આવી છે. ફ્લૅવનૉલ્સ પ્રકારનાં રંજકદ્રવ્યો એક પ્રકારનાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ધરાવતાં હોવાથી આ પાણીના અનેક હેલ્થ-બેનિફિટ્સ પણ છે. આ વાઇન ફ્લેવર્ડ પાણી વિવિધ રંગમાં મળે છે.

offbeat news