પાંચ સિંહોએ ભેગા મળીને ભેંસનો શિકાર કર્યો, બાદ થયું કંઈક આવું

04 September, 2019 03:09 PM IST  |  સાઉથ આફ્રિકા

પાંચ સિંહોએ ભેગા મળીને ભેંસનો શિકાર કર્યો, બાદ થયું કંઈક આવું

સિંહ

સાઉથ આફ્રિકાના ક્રુગર નૅશનલ પાર્કમાં બનેલી ઘટનાનો એક વિડિયો આજકાલ ટ્વિટર પર વાઇરલ થઈ રહ્યો છે. ભારતીય વનવિભાગના અધિકારી પ્રવીણ કાસવાને આ વિડિયો શૅર કર્યો છે. એમાં પહેલાં જોઈ શકાય છે કે પાંચ સિંહોએ મળીને એક ભેંસનો શિકાર કર્યો છે. બે પુખ્ત સિંહો છે અને ત્રણ બચ્ચાં છે. ભેંસ જમીન પર પડીને હલતી બંધ થઈ ગઈ એટલે એક બાળસિંહે તેને ખાવા માટે તરાપ મારી. જોકે એ મોટા સિંહને પસંદ ન આવ્યું. તેણે બચ્ચાં પર હુમલો કર્યો. એ પછી બચ્ચાંઓ અને મોટા સિંહ વચ્ચે સારીએવી હાથાપાઈ થઈ. એ જોઈને ભેંસ પાસે બેઠેલો બીજો મોટો સિંહ પણ આ ઝઘડામાં પડ્યો. કદાચ આ ઝઘડો ગંભીર
નહોતો, પણ એમાં બચ્ચાંઓ સાથેની સિંહોની રમત વધુ દેખાતી હતી.

આ પણ વાંચો : બૅન્ગલોરના ખાડાળા રસ્તા પર કલાકારે કર્યું અવકાશયાત્રી જેવા કૉસ્ચ્યુમ સાથે મૂનવૉક

જોકે એટલામાં લાગ જોઈને ભોંય પડેલી ભેંસ લથડિયાં ખાતી ઊભી થઈ અને પછી પોતાના સાથીઓના ઝૂંડ તરફ દોટ મૂકીને જતી રહી. વિડિયો શૅર કરનારે લખ્યું છે કે, ‘આ સિંહોને પાઠ મળી ગયો હશે. તેઓ ભોજન કરી રહ્યા હતા, પણ તેમણે ભોજન કરતાં ઝઘડાને વધુ મહત્વ આપ્યું અને ભોજન ભાગી ગયું!’

south africa offbeat news hatke news