કોરોના પીડિત દીકરાએ પિતાને મૃત્યુ પહેલા મોકલ્યો વીડિયો મેસેજ,જુઓ વીડિયો

29 June, 2020 05:40 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોના પીડિત દીકરાએ પિતાને મૃત્યુ પહેલા મોકલ્યો વીડિયો મેસેજ,જુઓ વીડિયો

પ્રતીકાત્મક તસવીર

કોરોના સંકટ દરમિયાન દેશભરમાંથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. નવો કેસ હૈદરાબાદનો છે જ્યાં એક દીકરાએ પોતાના મૃત્યુ પહેલા પિતાને સેલ્ફી વીડિયો મોકલીને કહ્યું ડેડી હું શ્વાસ નથી લઈ શકતો. વીડિયોના થોડાંક સમય પછી દીકરાનું કોરોનાને કારણે મત્યુ થઈ ગયું. મૃતક યુવકની ઉંમર 26 વર્ષ કહેવામાં આવી રહી છે. હૉસ્પિટલ પ્રશાસન પર આરોપ છે કે યુવકનું વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવામાં આવ્યું હતું જેના કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ અને યુવકનું મોત થયું.

વાયરલ થયો વીડિયો
વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હૈદરાબાદના એર્રાગડ્ડામાં સ્થિત ગવર્ન્મેન્ટ ચેસ્ટ હૉસ્પિટલના બેડ પરથી મોકલવામાં આવેલા સેલ્ફી વીડિયોમાં વ્યક્તિએ પોતાના પિતાને કહ્યું કે, "તેમણે વેન્ટિલેટર હટાવી દીધું છે અને છેલ્લા ત્રણ કલાકથી ઑક્સીજનની મદદ આપવાની મારી રિક્વેસ્ટનો જવાબ નથી આપી રહ્યા. મારા હ્રદયે કામ કરવાનું બંધ કરી દીધું છે અને ફક્ત ફેંફસાં કામ કરે છે પણ હું શ્વાસ નથી લઇ શકતો ડેડી. બાય ડેડી. બધાંને બાય, બાય ડેડી."

મૃતકના પિતાએ સંભળાવી આપવીતી
મૃતક યુવકના પિતાએ જણાવ્યું કે વીડિયો મોકલવાના અમુક મિનિટો બાદ જ તેનું મૃત્યુ થયું. પિતાએ જણાવ્યું કે રવિવારે દીકરાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે, "મારા દીકરાને 24 જૂનથી આકરો તાવ હતો. કેટલીક હૉસ્પિટલમાં દાખલ કરાવવાના પ્રયત્નો બાદ આખરે તેને 24 જૂનના ચેસ્ટ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. જ્યારે 26 જૂને તેનું મોત થયું."

national news hyderabad coronavirus covid19 offbeat news