પિતાના કાળા જાદુને કારણે સંતાન નથી થતું એમ માનતા દીકરાએ પિતાને મારી નાખ્યા

06 July, 2025 07:05 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

પુત્રને સંદેહ હતો કે તેના પિતા તેની અને પત્ની પર કોઈક કાળો જાદુ કરી રહ્યા છે જેને કારણે તેમને સંતાનપ્રાપ્તિ નથી થઈ રહી

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના ખૈરાહી ગામમાં રામજતન નામના પુત્રએ તેના ૬૫ વર્ષના પિતાને લાકડીથી મારી-મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પુત્રને સંદેહ હતો કે તેના પિતા તેની અને પત્ની પર કોઈક કાળો જાદુ કરી રહ્યા છે જેને કારણે તેમને સંતાનપ્રાપ્તિ નથી થઈ રહી. આ જ શંકાને કારણે તેણે લાકડીઓ મારીને પિતાની હત્યા કરી દીધી હતી. રામજતનનાં લગ્નને ઘણાં વર્ષો થઈ ગયાં હતાં, પરંતુ તેને બાળક નહોતું થતું. તેને લાગતું હતું કે તેનાં માતા-પિતા અવારનવાર કાળો જાદુ તેમના પર કરતાં હતાં જેથી પત્નીને સંતાન નહોતું થતું. 

offbeat news uttar pradesh Crime News murder case india