જર્મનીના બેઘર લોકોને અપાયા સોલર પાવર્ડ સ્લીપિંગ પૉડ્સ

25 January, 2021 08:51 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

જર્મનીના બેઘર લોકોને અપાયા સોલર પાવર્ડ સ્લીપિંગ પૉડ્સ

સોલર પાવર્ડ સ્લીપિંગ પૉડ્સ

જર્મનીના મહાનગર મ્યુનિચ પાસેના ૧,૨૬,૦૦૦ લોકોની વસ્તી ધરાવતા ઉલ્મરનેસ્ટ શહેરમાં સ્થાનિક સુધરાઈએ બેઘર ફુટપાથવાસીઓને માટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. અન્ય શહેરી વહીવટી તંત્રો અને માનવતાવાદી માટે ઉદાહરણીય બને એવી સુવિધાઓ તેમને આપવામાં આવી છે. એ પ્રાંતમાં લઘુતમ ઉષ્ણતામાન માઇનસ ૬ કે ૭ ડિગ્રી સેલ્સિયસ સુધી જતું હોય છે. એથી તેમને વરસાદ અને ઠંડીથી બચવા ડ્યુરેબલ સ્લીપ કૅબિન્સ આપવામાં આવી છે. હવા-ઉજાસવાળી એ કૅબિનમાં બે જણ સૂઈ શકે છે. એ ઉપરાંત દરેકને સોલર પાવર્ડ સ્લીપિંગ પૉડ્સ આપવામાં આવ્યાં છે. સ્લીપિંગ પૉડ્સ હૂંફાળા ગરમ રહેતાં હોવાથી ત્યાં ઠંડીમાં ઠૂંઠવાઈને મૃત્યુ પામવાની ઘટનાઓ જવલ્લેજ બને છે. ત્યાં ફુટપાથવાસીઓને પણ સોલર એનર્જીની સગવડ મળે છે.

offbeat news international news germany