સૂર્યાસ્ત પછી જનરેટ કર્યો સોલર પાવર

19 May, 2022 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વમાં પ્રથમ વાર ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલી યુનિવર્સિટી ઑફ ન્યુ સાઉથ વેલ્સ (યુએનએસડબ્લ્યુ)ના સંશોધકોએ સૂર્યાસ્ત પછી સોલર પાવર જનરેટ કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

સૂર્યાસ્ત પછી જનરેટ કર્યો સોલર પાવર

વિશ્વમાં પ્રથમ વાર ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલી યુનિવર્સિટી ઑફ ન્યુ સાઉથ વેલ્સ (યુએનએસડબ્લ્યુ)ના સંશોધકોએ સૂર્યાસ્ત પછી સોલર પાવર જનરેટ કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નાઇટ વિઝન ગૉગલ્સમાં ઉપયોગમાં લેવાતા મટીરિયલ થર્મોરેડિયેટિવ ડાયોડનો ઉપયોગ કરીને સોલર પાવર જનરેટ કરતું એક ઉપકરણ તૈયાર કર્યું છે. તેમણે પૃથ્વીના ઇન્ફ્રારેડ થર્મલ રેડિયેશનનો ઉપયોગ કરીને સૂર્યની ઊર્જાને કબજે કરી હતી. જર્નલ એસીએસ ફોટોનિક્સમાં આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિનાં પરિણામ પ્રકાશિત કરવામાં આવ્યાં છે. 
ઇન્ફ્રારેડ થર્મલ રેડિયેશન એ મૂળભૂત રીતે સૂર્યની ઊર્જા છે, જે દિવસ દરમ્યાન પૃથ્વીને ગરમ રાખે છે. આપણું પ્લૅનેટ એટલે કે પૃથ્વી આ ઊર્જાને અવકાશમાં પાછી મોકલે છે. સંશોધકો વિશિષ્ટ ઉપકરણની મદદથી અવકાશમાં પાછી જતી આ ઊર્જાને પકડવામાં સફળ રહ્યા છે. 
જોકે થર્મોરેડિયેટિવ ડાયોડ દ્વારા જનરેટ કરાતી ઊર્જા સોલર પૅનલ દ્વારા પૂરી પાડવામાં આવતી ઊર્જા કરતાં એક લાખ ગણી ઓછી હોવા છતાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રયોગ દ્વારા તેમને ભવિષ્યની શક્યતાઓનો સારો સંકેત મળ્યો છે. ભવિષ્યમાં મોટા પાયે સૌર ઊર્જા મેળવવા માટે આ જ ઉપકરણનો ઉપયોગ કરી શકાય છે. 

offbeat news