પોતાની જાત સાથે લગ્નના ૨૪ કલાકમાં ડિવૉર્સ માટે કાર્યવાહી શરૂ કરી

12 March, 2023 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોફી મૌરે નામની એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે કથિત રીતે પોતાની સાથે લગ્ન કર્યા બાદ માત્ર ૨૪ કલાકમાં છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે

પોતાની જાત સાથે લગ્નના ૨૪ કલાકમાં ડિવૉર્સ માટે કાર્યવાહી શરૂ કરી

સોફી મૌરે નામની એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે કથિત રીતે પોતાની સાથે લગ્ન કર્યા બાદ માત્ર ૨૪ કલાકમાં છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખ કરતાં વધુ ફૉલોઅર્સ ધરાવતી ૨૫ વર્ષની સોફી મૌરેએ ૧૯ ફેબ્રુઆરીએ જાત સાથે લગ્નની જાહેરાત કર્યા બાદ પોતાને માટે લગ્ન માટેનો ડ્રેસ પણ ખરીદ્યો હતો અને કેક પણ બનાવી હતી. કેટલાક લોકોએ તેના આ વિચારને સમર્થન આપ્યું હતું, તો વળી કેટલાકે તેને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો કીમિયો ગણાવ્યો હતો.

ફૉલોઅર્સના મિશ્ર પ્રતિભાવ વચ્ચે જાત સાથે લગ્ન કરનાર સોફી મૌરે જોકે માત્ર ૨૪ કલાકમાં પોતાની કંપનીમાં કંટાળી ગઈ હોય એમ તેણે ૨૦ ફેબ્રુઆરીએ છૂટાછેડાની કાર્યવાહી શરૂ કર્યાની જાહેરાત કરતાં નેટિઝન્સ સ્તબ્ધ થઈ ગયા હતા.

offbeat news twitter instagram