સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે 'પેપર ટૉવેલ ચેલેન્જ'

12 March, 2020 05:35 PM IST  |  Mumbai

સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે 'પેપર ટૉવેલ ચેલેન્જ'

સોશ્યલ મીડિયા પર ભૂતકાળમાં અનેક વિવાદાસ્પદ ચેલેન્જ વાયરલ થઈ છે. પરંતુ આ વખતે સોશ્યલ મીડિયા પર એક એવી ચેલેન્જ વાયરલ થઈ છે, જેના લીધે કોઈને નુકસાન તો નથી થતું પણ પ્રિયજન કે મિત્ર સુધી એક મેસેજ પોહચે છે. તદ્દન નવી અને અનોખી ચેલેન્જનું નામ છે 'પેપર ટૉવેલ ચેલેન્જ'.

આ ટ્રેન્ડમાં, વ્યક્તિ પેપરના ટૉવેલ પર એક મેસેજ લખે, જેનો અડધો ભાગ દેખાતો હોય. પછી જે વ્યક્તિને આ હીડન મેસેજ વાળો ટૉવેલ મળે તેને પેપર ટૉવેલ પાણીમાં ડૂબાડીને છુપાયેલો મેસેજ વાંચવાનો હોય છે. લોકો બહુ મજાનાં મેસેજ પોસ્ટ કરી રહ્યાં છે. ચાલો જોઇયે નમૂના #PaperTowelChallenge ના....

જો તમરે પણ આ ચેલેન્જ ટ્રાય કરવી હોય ને તો જરૂર છે ફક્ત એક પેપર ટૉવેલ અને માર્કરની. તો પછી રાહ શેની જુવો છો! તમે પણ આ પેપર ટૉવેલ ચેલેન્જ ટ્રાય કરો અને સંદેશો મોકલો તમારા પ્રિયજનને.

 

offbeat news offbeat videos social networking site tiktok instagram twitter viral videos