સર્પમિત્રોએ સાપને કેક ખવડાવીને વર્લ્ડ સ્નૅક ડે ઊજવ્યો

19 July, 2020 03:03 PM IST  |  Mumbai | Mumbai correspondent

સર્પમિત્રોએ સાપને કેક ખવડાવીને વર્લ્ડ સ્નૅક ડે ઊજવ્યો

સાપને કેક ખવડાવીને ઉજવ્યો વર્લ્ડ સ્નેક ડે

છેલ્લા કેટલાક દાયકાથી જન્મદિવસે કેક ખાવા અને ખવડાવવાની ઘેલછા એટલી વ્યાપક બની ગઈ છે કે ઝારખંડમાં લોકોએ વિશ્વ સર્પ દિનની ઉજવણીમાં સાપને કેક ખવડાવી હતી. સર્પમિત્રો તરીકે જાણીતા સ્નૅક રેસ્ક્યુઅર્સ સાપને કેક ખવડાવતા હોય એવો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર મશહૂર થયો છે. સર્પોની વિવિધ જાતિઓ અને પર્યાવરણની સમતુલા જાળવવામાં એના મહત્ત્વ વિશે લોકજાગૃતિ માટે દર વર્ષે ૧૬ જુલાઈએ વર્લ્ડ સ્નૅક ડે ઊજવાય છે. કોઈએ સર્પમિત્રો સાપને કેક ખવડાવતા હતા એ ઘટનાનો વિડિયો ટ્વિટર પર અપલોડ કરીને નીચે કૅપ્શનમાં લખ્યું છે, ‘સાપ કરતાં સર્પમિત્રો એટલે કે સ્નૅક રેસ્ક્યુઅર્સ વધુ જોખમી હોય છે. આ જુઓ સાપને કેક ખવડાવાય?’

international news offbeat news