વિશ્વના સૌથી નાના ઘોડાના શ્રેષ્ઠ મિત્ર છે ત્રણ ડૉગી

25 June, 2021 12:39 PM IST  |  San Diego | Gujarati Mid-day Correspondent

કદમાં અત્યંત નાનો હોવાથી પીબૉડી એની માતાનું દૂધ નહોતો પી શકતો

પીબૉડી

સૅન ડિયેગોના પંચાવન વર્ષની વયના મિનિએચર હૉર્સ ટ્રેઇનર ફેથે પીબૉડી નામના વિશ્વના સૌથી નાના ઘોડાને એના મૂળ માલિકથી બચાવી માતાના દૂધથી દૂર કરી અનેક મુસીબત વેઠીને પાળ્યો હતો.

જોકે માત્ર ૧૯ પાઉન્ડનું વજન ધરાવતો આ ઘોડો હાલમાં એના ત્રણ ડૉગી ફ્રેન્ડ સાથે એકદમ એશોઆરામની જિંદગી જીવી રહ્યો છે. પીબૉડીને ચાલવામાં તકલીફ પડી રહી હતી તેમ જ એનાં જડબાં પણ આઉટ ઑફ લાઇન થઈ ગયાં હતાં.

કદમાં અત્યંત નાનો હોવાથી પીબૉડી એની માતાનું દૂધ નહોતો પી શકતો. જોકે હવે એણે એનાથી નાના કદના ત્રણ ડૉગી સાથે ઘનિષ્ઠ મિત્રતા કેળવી લીધી છે. હાલ કદમાં નાનો હોવાથી એ બહાર નીકળી શકતો નથી. જોકે ફેથને ખાતરી છે કે એક દિવસ એનું કદ વધશે અને એ બહાર નીકળી સામાન્ય જિંદગી જીવી શકશે.

offbeat news international news