નામિબિયા અને યુગાન્ડામાં બે ઠીંગણાં જિરાફ મળ્યાં

10 January, 2021 09:12 AM IST  |  Namibia | Gujarati Mid-day Correspondent

નામિબિયા અને યુગાન્ડામાં બે ઠીંગણાં જિરાફ મળ્યાં

વિશ્વના સૌથી ઊંચા જંગલી પ્રાણી જિરાફ સામાન્ય રીતે ૧૫થી ૨૦ ફુટ ઊંચાં હોય છે, પરંતુ જિરાફ કન્ઝર્વેશન ફાઉન્ડેશનના વિજ્ઞાનીઓએ નામિબિયાના વાઇલ્ડ લાઇફ પાર્કમાં સાડાઆઠ ફુટ અને યુગાન્ડાના વાઇલ્ડ લાઇફ પાર્કમાં સવાનવ ફુટની ઊંચાઈ ધરાવતાં જિરાફ હોવાનું નોંધ્યું છે. આ ઊંચાઈ સર્વસામાન્ય કરતાં અડધી હોવાથી નામિબિયામાં ૨૦૧૮માં અને યુગાન્ડામાં ૨૦૧૫માં મળેલાં જિરાફને ઠીંગણાં ગણવામાં આવે છે. અન્ય જિરાફની સાથે ઊભા રાખીને તસવીર પાડતાં સરખામણીમાં તેઓ ઠીંગણાં દેખાય છે. ગયા મહિને બ્રિટિશ મેડિકલ જર્નલમાં એ બાબતે જિરાફ કન્ઝર્વેશન ફાઉન્ડેશનના વિજ્ઞાનીઓનો લેખ પ્રકાશિત થયો છે. 

offbeat news international news