સ્વીડનના આ ગામોનું આકાશ સાંજ પડ્યે જાંબુડી-કિરમજી રંગનું કેમ થઈ જાય છે?

11 December, 2020 08:47 AM IST  |  Sweden | Gujarati Mid-day Correspondent

સ્વીડનના આ ગામોનું આકાશ સાંજ પડ્યે જાંબુડી-કિરમજી રંગનું કેમ થઈ જાય છે?

સ્વીડનના દક્ષિણ ભાગનાં બે જોડિયાં ગામ ગિસ્લોવ અને ટ્રેઇલબર્ગના રહેવાસીઓ બે મહિનાથી રોજ રાતે જાંબુડી-કિરમજી રંગનું આકાશ જોઈને આશ્ચર્ય પામતા હતા. એ બે ગામ વચ્ચેનો પ્રવાસ માંડ દસેક મિનિટનો છે. થોડા દિવસ અચરજમાં વિતાવ્યા પછી એ બે ગામના લોકોને નજીકના ટમેટાના ખેતરના માલિકોએ તેમની સામે સ્પષ્ટતા કરી હતી કે તેમણે ઇન્સ્ટૉલ કરેલી નવી એનર્જી સેવિંગ સિસ્ટમને કારણે રોજ આકાશનો રંગ બદલાય છે. તેમણે તેમનાં ખેતરોના છોડવા-ઊભો પાક વહેલો અને સારો વિકાસ પામે એ માટે એલઈડી ઇન્સ્ટૉલેશન્સ ગોઠવ્યાં છે. એનો પ્રકાશ આકાશ તરફ ફેલાતો હોવાથી આસપાસનાં ગામ અને શહેરમાં રાતે જાંબુડી કે કિરમજી રંગ આકાશમાં જોવા મળે છે. સાંજે પાંચ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી આ દૃશ્ય અચૂક જોવા મળે છે.

offbeat news international news sweden