ખોદકામ દરમ્યાન મળ્યું આઇસ એજ સમયના હાથીના બચ્ચાનું હાડપિંજર

28 June, 2022 09:22 AM IST  |  Ottawa | Gujarati Mid-day Correspondent

નવાઈની વાત તો એ છે કે એની ચામડી અને વાળ હજી અકબંધ છે

હાથીના માદા બચ્ચાનું અસ્થિ

કૅનેડામાં સોનાની એક ખાણના ખોદકામ દરમ્યાન ૩૦,૦૦૦ વર્ષ જૂનું હાથીના માદા બચ્ચાનું અસ્થિ મળી આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે એની ચામડી અને વાળ હજી અકબંધ છે. વર્ષો પહેલાં પૃથ્વી પર વિચરતા વિશાળ કદના હાથીના આ બચ્ચાને સ્થાનિક ભાષામાં નનચો ગા એટલે કે મોટા પ્રાણીનું બેબી એવું નામ પણ આપવામાં આવ્યું છે. આ શરીર ખાણમાં જ્યારે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે મળી આવ્યું છે. આઇસ એજ દરમ્યાન જ એ થીજી ગયું હોવાથી આ વિશાળ હાથીના બચ્ચાની ચામડી તેમ જ વાળ અકબંધ રહ્યાં છે. ૨૧ જૂને આ અસ્થિ મળી આવ્યું હતું. 

offbeat news international news