સ્પાઇડરમૅન કૉમિકના સિંગલ પેજની રેકૉર્ડ ૨૪૫૪.૭૫ લાખ રૂપિયામાં હરાજી

17 January, 2022 08:09 AM IST  |  Texas | Gujarati Mid-day Correspondent

માર્વેલ કૉમિક્સના ‘સીક્રેટ વૉર્સ નંબર ૮’માંથી પેજ ૨૫ માટે માઇક ઝેકના આર્ટવર્કમાં સ્પાઇડીના બ્લૅક સિમ્બાયૉટ સૂટનો પ્રથમ દેખાવ દર્શાવવામાં આવ્યો છે

કૉમિક પેજ

ખૂબ વખણાયેલી કૉમિક સ્પાઇડરમૅનના ૧૯૮૪ના એક પેજની તાજેતરમાં અમેરિકામાં લિલામી થઈ હતી, જેના ૩૩ લાખ ડૉલર (લગભગ ૨૪૫૪.૭૫ લાખ રૂપિયા) ઊપજ્યા હતા. 
માર્વેલ કૉમિક્સના ‘સીક્રેટ વૉર્સ નંબર ૮’માંથી પેજ ૨૫ માટે માઇક ઝેકના આર્ટવર્કમાં સ્પાઇડીના બ્લૅક સિમ્બાયૉટ સૂટનો પ્રથમ દેખાવ દર્શાવવામાં આવ્યો છે જે અંતમાં ઍન્ટિ હીરો વેનોમના સર્જન તરફ દોરી જશે.
હેરિટેજ ઑક્શન્સના ડલાસ, ટેક્સસમાં ચાર દિવસીય કૉમિક ઇવેન્ટના પ્રથમ દિવસે શરૂ થયેલી લિલામીમાં ૩૦ લાખ ડૉલર (લગભગ ૨૨૩૧.૬૦ લાખ રૂપિયા)થી વધુ આવક થઈ હતી. 
હેરિટેજ ઑક્શન્સે અંકના પેજ નંબર-૨૫ના આર્ટવર્કના વર્ણનમાં જણાવ્યું હતું કે ‘આ પેજ-કવર પર પીટર પાર્કરને વાસ્તવમાં તેનો સ્ફીફી નવો બ્લૅક કૉસ્ચ્યુમ મળ્યો.’ 
યુએસ કૉમિક-બુકના અંદરના પેજ માટે આ વિક્રમી આવક છે, જે ‘ધી ઇનક્રેડિબલ હલ્ક’ના ૧૯૭૪ અંક માટે ચૂકવવામાં આવી હતી જેમાં વૉલ્વરાઇનના પ્રથમ દેખાવ માટે ટીઝ દર્શાવવામાં આવી હતી. 

offbeat news international news