અંતિમવિધિમાં રડવાને બદલે અહીં નાચગાના

18 May, 2022 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં લોકો બ્લૅક કપડાં પહેરીને આવ્યા હતા અને મોટે-મોટેથી મ્યુઝિક વગાડીને નાચતા હતા. તેમના વિડિયો અને ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

અંતિમવિધિમાં રડવાને બદલે અહીં નાચગાના

સ્મશાન કે કબ્રસ્તાનમાં માહોલ શોકમય હોય છે. જોકે ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં એક અલગ જ દૃશ્ય જોવા મળ્યું હતું. અહીં રડવાની કે શોક મનાવવાની વાત તો દૂર રહી, કબ્રસ્તાનમાં સ્પીકર પ્લે કરીને પાર્ટી ચાલી રહી હતી. બર્મિંગહૅમના વિટન કબ્રસ્તાનમાં કૅટી નામની એક મહિલાની અંતિમવિધિ માટે લોકો પહોંચ્યા હતા. અહીં લોકો બ્લૅક કપડાં પહેરીને આવ્યા હતા અને મોટે-મોટેથી મ્યુઝિક વગાડીને નાચતા હતા. તેમના વિડિયો અને ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

offbeat news