હિસ્ટૉરિકલ કબર શોધવામાં અને ખોદવામાં ઘેટું મદદ કરે છે

28 July, 2021 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કબર મળતાં એ બાળકીના ત્રીજી પેઢીના ભત્રીજાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એવી રીતે ચાર જણના એક પરિવારની સહિયારી કબર પણ શોધી શકાઈ હતી.

હિસ્ટૉરિકલ કબર શોધવામાં અને ખોદવામાં ઘેટું મદદ કરે છે

લોકોને પૂર્વજો વિશે જાણવા માટે કે ઇતિહાસકારો-વિજ્ઞાનીઓને સંશોધન માટે ક્યારેક કબરો-સમાધિઓ શોધવાની જરૂર પડે છે, પરંતુ વિશ્વના કોઈ પણ દેશમાં પુરાણી ઐતિહાસિક કબર શોધવાનું કામ સરળ હોતું નથી. યુરોપમાં આયરલૅન્ડના એક કબ્રસ્તાનમાં એ કામ માટે એક ઘેટું મદદ કરે છે. ઇતિહાસકારો સંશોધન માટે કોઈ પ્રાણીની મદદ લેતા હોય એવું જવલ્લે જ બને છે. એ ઘેટું કબર શોધવા અને ખોદવામાં મદદરૂપ થાય છે.
ઘેટાં કબરની ઉપરનું ઘાસ અને ઝાડી-ઝાંખરાં ખાઈને સફાચટ કરી જતાં હોવાથી કબર-સમાધિની ઉપરનું લખાણ વાંચી શકાય છે. પ્રથમ પ્રયોગમાં ઘેટાએ ૧૮૭૨માં બે વર્ષની ઉંમરે મૃત્યુ પામેલી બાળકીની કબર-ગ્રેવ સ્ટોન શોધવામાં સફળતા મળી હતી. એ કબર મળતાં એ બાળકીના ત્રીજી પેઢીના ભત્રીજાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એવી રીતે ચાર જણના એક પરિવારની સહિયારી કબર પણ શોધી શકાઈ હતી.

offbeat news