બૉલ રમતાં-રમતાં સૌથી વધુ ઝડપે દોડવાનો વિશ્વવિક્રમ બનાવ્યો

03 October, 2020 09:07 AM IST  |  Mumbai | Mumbai correspondent

બૉલ રમતાં-રમતાં સૌથી વધુ ઝડપે દોડવાનો વિશ્વવિક્રમ બનાવ્યો

અઝમતે અગાઉ ૪૪ મિનિટ ૧૯ સેકન્ડમાં ૧૦ કિલોમીટરનું અંતર પાર કરીને દોડનો વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો.

બાસ્કેટબૉલ રમતાં-રમતાં સૌથી વધારે ઝડપથી એક માઇલનું અંતર પૂરું કરવાનો વિશ્વવિક્રમ દુબઈના ઍથ્લિટ અઝમત ખાને કર્યો છે. મૂળ પાકિસ્તાનના અઝમતે ૬ મિનિટ ૧ સેકન્ડના ખેલમાં એક માઇલનું અંતર પૂરું કર્યું હતું. અઝમત સંયુક્ત આરબ અમીરાતમાં ત્રણ કિલોમીટરની દોડની સ્પર્ધાથી ૪૨ કિલોમીટરની મૅરથૉન સુધીની દોડ-સ્પર્ધાઓમાં સામેલ થાય છે. અઝમતે અગાઉ ૪૪ મિનિટ ૧૯ સેકન્ડમાં ૧૦ કિલોમીટરનું અંતર પાર કરીને દોડનો વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો.
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામના સંયુક્ત આરબ અમીરાતના પેજ પર અઝમતની સિદ્ધિ વર્ણવવામાં આવી છે. આ બાબતનો અગાઉનો ૬ મિનિટ ૩૯ સેકન્ડનો રેકૉર્ડ અમેરિકાના રીડ મૅક્‍મૅનિગલને નામે નોંધાયેલો છે.

international news offbeat news