સોશ્યલ મીડિયા પર છવાઈ સેલ્ફી વિથ કૉક્રૉચ ચૅલેન્જ

11 May, 2019 11:17 AM IST  |  મુંબઈ

સોશ્યલ મીડિયા પર છવાઈ સેલ્ફી વિથ કૉક્રૉચ ચૅલેન્જ

વંદા સાથે સેલ્ફી લેવી છે ?

સેલ્ફીનો જુવાળ હજી શમ્યો નથી, લોકોને જેમાં પડકારજનક લાગે એવી ચીજો સાથે સેલ્ફી લેવાનું શૂરાતન ચડ્યું છે. આ વખતે વારો આવ્યો છે વાંદાનો. કૉક્રૉચ જોઈને ભલભલાને ચીતરી ચડે અને ડર લાગે છે, પણ પંદરેક દિવસ પહેલાં મ્યાનમારમાં રહેતા એલેક્સ ઑન્ગે નામના એક ટીનેજરે ફેસબુક-અકાઉન્ટ પર કૉક્રૅચવાળો સેલ્ફી મૂક્યો હતો. ગાલ પર ખાસ્સો મોટો વાંદો મૂકીને તેણે ફોટો પાડ્યો હતો અને સાથે લખ્યું હતું, ‘શું તમે પણ આ રીતે કૉક્રૉચ સાથે સેલ્ફી લઈ શકો છો? પછી તો આ ચૅલેન્જ ઉપાડનારાઓની લાઇન લાગી ગઈ. અત્યાર સુધીમાં કૉક્રૉચ સેલ્ફી ચૅલેન્જની પોસ્ટને ૧૮,૦૦૦થી વધુ લોકો શૅર કરી ચૂક્યા છે અને સેંકડો લોકો કમેન્ટ કરીને આ ચૅલેન્જમાં જોડાઈ ચૂક્યા છે. હવે સોશ્યલ મીડિયા પર વાંદાવાળી તસવીરોનો રાફડો ફાટ્યો છે એમ કહીએ તો ચાલે.

આ પણ વાંચોઃ તમારા વતી ફોન પર ઝઘડો કરવા માટે પણ હવે પ્રોફેશનલ ઝઘડાખોર રાખી શકશો

offbeat news hatke news