સહનશક્તિની તમામ હદ પાર કરે એવી મિલિટરી તાલીમની શરૂઆત થાઇલૅન્ડમાં

15 February, 2019 03:14 PM IST  | 

સહનશક્તિની તમામ હદ પાર કરે એવી મિલિટરી તાલીમની શરૂઆત થાઇલૅન્ડમાં

થાઈલેન્ડની આર્મીની ટ્રેનિંગ

એશિયા-પૅસિફિક રીજનની વાર્ષિક ધોરણે થતી કોબ્રા ગોલ્ડ મિલિટરી એક્સરસાઇઝની શરૂઆત થઈ ચૂકી છે. થાઇલૅન્ડના ચંતાબુરી પ્રાંતમાં અમેરિકન મિલિટરી સાથે મળીને શરૂ થયેલી આ અત્યંત કઠિન તાલીમમાં આ બે દેશો ઉપરાંત સિંગાપોર, જપાન, ચીન, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને સાઉથ કોરિયાના સૈનિકોએ પણ ભાગ લીધો છે.

સાપનું ઝેર પીવાની તાલીમ

આ એવી આકરી તાલીમ છે જેમાં જંગલમાં સર્વાઇવલ માટે સૈનિકોને આખું તરબૂચ ખાવાનું શીખવવામાં આવે છે. જરૂર પડ્યે ગરોળી, વીંછી જેવાં પ્રાણીઓ અને પાંદડાં પણ ખાવાનું કહેવામાં આવે છે. સાપનું લોહી પીવાનું અને એકસાથે ઘણાબધા સાપને કઈ રીતે હૅન્ડલ કરવા એની પણ તાલીમ અપાય છે.

offbeat news hatke news