આ મૂર્તિઓ માખણમાંથી બનાવી છે, ખાતા નહીં !

08 January, 2019 09:32 AM IST  | 

આ મૂર્તિઓ માખણમાંથી બનાવી છે, ખાતા નહીં !

અમેરિકામાં ડેરી-ઉદ્યોગ નબળો પડી રહ્યો છે ત્યારે પેન્સિલ્વેનિયામાં ૧૦૩મો વાર્ષિક ફાર્મ-શો યોજાયો છે. આ શોમાં દૂધ પીવાનું પ્રમોટ કરવા માટે બટરનાં શિલ્પોથી માર્કેટિંગ કરવામાં આવ્યું છે. પેન્સિલ્વેનિયાના ગવર્નર અને ઍગ્રિકલ્ચર ખાતાના સેક્રેટરીએ બટરનું સ્કલ્પ્ચર ખુલ્લું મૂક્યું હતું જેમાં અલગ-અલગ ક્ષેત્રના લોકો હાથમાં દૂધનો ગ્લાસ લઈને દૂધ પીવાથી શક્તિ આવે છે એવું કહે છે. ડૉક્ટર, સૈનિક, ફાયર-ફાઇટર, ફુટબૉલર જેવાં આઇકન્સનાં રિયલ લાઇફ સાઇઝનાં બટરનાં પૂતળાં બનાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ કર્ણાટકના મંદિરમાં 1008 કિલો સૂકાં મરચાંથી થયો હવન

મારી પેલ્ટન અને તેના હસબન્ડ જિમ વિક્ટરે બટરમાંથી આ શિલ્પ રચ્યું છે. અમેરિકામાં વિસ્કોન્સિન પછી ડેરી-ઉદ્યોગમાં પેન્સિલ્વેનિયા રાજ્યનો નંબર આવે છે. જોકે છેલ્લાં બે વર્ષમાં ડેરી પ્રોડક્ટ્સની ખપત ઘટી ગઈ હોવાથી રાજ્યનાં ૧૨૦ ડેરી ફામ્ર્સ બંધ થઈ ગયાં છે.

 

offbeat news