નવરાશના સમયમાં અરુણ યોગીરાજે બનાવી રામલલાની ટચૂકડી મૂર્તિ

26 March, 2024 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામલલાની મુખ્ય મૂર્તિ પસંદ થઈ એ પછી અયોધ્યામાં નવરો હતો ત્યારે આ નાની રામલલાની મૂર્તિ બનાવી હતી.

મૂર્તિકાર અરુણ યોગીરાજ

અયોધ્યામાં બિરાજમાન રામલલા માટે શિલ્પકાર અરુણ યોગીરાજની મૂર્તિની પસંદગી થઈ ગઈ એ પછીના થોડા દિવસોમાં જ નવરાશના સમયે એ જ રામલલાની મૂર્તિનું સ્મૉલર વર્ઝન તૈયાર કર્યું છે. અરુણ યોગીરાજે આ મૂર્તિની તસવીર ઍક્સ પર શૅર કરીને લખ્યું હતું, રામલલાની મુખ્ય મૂર્તિ પસંદ થઈ એ પછી અયોધ્યામાં નવરો હતો ત્યારે આ નાની રામલલાની મૂર્તિ બનાવી હતી.
આ મૂર્તિ પણ ‘બાલકરામ’ની જેમ ઊભી અવસ્થામાં જ છે, પણ મૂળ મૂર્તિના રંગ કરતાં થોડો આછો કાળો રંગ આ મૂર્તિનો છે. 

offbeat news social media ayodhya