રીલ નહીં રિયલ દૃશ્યો

08 August, 2022 12:17 PM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

 કુદરતની આ અનોખી અજાયબી પર હાલમાં માનવીના અતિક્રમણનો ડર રહેલો છે

મેક્સિકોમાં જળગુફાના અદ્ભુત ફોટો

મેક્સિકોમાં મરજીવાઓએ જળગુફાના અદ્ભુત ફોટો પાડ્યા છે. અહીંની સેનોટ નામે ઓળખાતી આ રહસ્યમય ગુફાઓનો પ્રવેશ બહુ સાંકડો છે. આ જળગુફાઓ અંદાજે ૪૦ મીટર ઊંડી હોય છે. નાનકડી જગ્યામાંથી સૂર્યપ્રકાશ અંદર આવતાં અદ્ભુત દૃશ્યો સર્જાય છે.  કુદરતની આ અનોખી અજાયબી પર હાલમાં માનવીના અતિક્રમણનો ડર રહેલો છે. સરકાર આ ગુફાની ઉપર આવેલી જમીન પરથી એક ટ્રેન-ટ્રૅક બનાવવા માગે છે. પર્યાવરણવાદીઓના મતે આવું કરવાથી અહીંની ગુફાઓ નષ્ટ થઈ જશે. અગાઉ મેક્સિકોના લોકો એને પાતાળલોકનું પ્રવેશદ્વાર માનતા હતા. અહીં આવેલી ગુફા વિશ્વની સૌથી લાંબી બીજા ક્રમાંકની ગુફા છે.

offbeat news international news world news