આને કહેવાય પત્થર ગોઠવવાની કળા

13 October, 2019 10:49 AM IST  |  સ્કૉટલૅન્ડ

આને કહેવાય પત્થર ગોઠવવાની કળા

જુઓ પત્થર ગોઠવવાની કળા (તસવીરો: એએફપી)

નદી કિનારે બેઠા-બેઠા લીસા પત્થરોને રમાડવાની મજા જ કંઈક ઑર છે. જોકે આ પત્થરોને પણ કળાત્મક નમૂનામાં તબદિલ થઈ શકે છે અને આ કળાની ચૅમ્પિયનશિપ પણ યોજાય છે.

ફ્રેન્ચ આર્ટિસ્ટ અને રૉક બૅલૅન્સર એસપી રૅન્ઝા આ વર્ષે સ્કૉટલૅન્ડમાં યોજાયેલી સ્ટોન સ્ટૅકિંગ યુરોપિયન ચૅમ્પિયનશિપ જીત્યો છે અને હવે વર્લ્ડ સ્ટોન બૅલૅન્સિંગ કૉમ્પિટિશનમાં ભાગ લેવાનો છે.

આ પણ વાંચો : જુઓ ઊંટ અને આખલાની દોડ

આ ભાઈ અલગ-અલગ શેપના સ્ટોન્સને એવી રીતે એકબીજા પર મૂકીને સંતુલિત રાખે છે કે પહેલી નજરે તો એ અવાસ્તવિક જ લાગે. 

scotland offbeat news hatke news