સ્કૉટલૅન્ડમાં છે ૯૮ ફુટની વિશ્વની સૌથી ઊંચી વાડ

03 October, 2020 09:19 AM IST  |  Mumbai | Mumbai correspondent

સ્કૉટલૅન્ડમાં છે ૯૮ ફુટની વિશ્વની સૌથી ઊંચી વાડ

સ્કૉટલૅન્ડમાં છે ૯૮ ફુટની વિશ્વની સૌથી ઊંચી વાડ

કોઈ પણ ક્ષેત્રના સીમાંકન માટેની વાડની ઊંચાઈ હંમેશાં ચર્ચાનો વિષય બને છે. એ વાડ પર વેલા ચડાવેલા હોય એ વધુ નોંધપાત્ર ગણાય છે. બ્રિટનના સ્કૉટલૅન્ડમાં ૯૮ ફુટની મિક્લૉર બીચ હેજ વિશ્વની સૌથી ઊંચી વાડ ગણાય છે. એના પર વેલા પણ ચડાવવામાં આવ્યા છે. કદાચ એ વેલા ઊંચા ચડવાને કારણે વાડની ઊંચાઈ નોંધપાત્ર બની છે. સ્કૉટલૅન્ડના પર્થ બ્લેરગોવ્રી રોડ પરના એ વાડ-વેલા ખૂબ દૂરથી જોઈ શકાય છે. એ વાડ પરનો વેલો લગભગ ૧૭૪૫ની સાલમાં રોપવામાં આવ્યો હોવાનું મનાય છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વના સૌથી ઊંચા વાડ-વેલા તરીકે મિક્લૉર બીચ હેજની નોંધ છે. એ વેલા ઝ્યાં મર્સર અને તેના પતિ રૉબર્ટ મરે નેઇર્ને ૧૮મી સદીના પાંચમા દાયકામાં માર્ક્સ લૅન્ડ્સડાઉનના મિક્લૉર એસ્ટેટમાં રોપ્યા હતા. એ વાડ-વેલા બાબતે એવી દંતકથા છે કે ૧૭૪૫માં જૅકબાઇટ બળવા-ક્રાન્તિ દરમ્યાન કુલોડનની લડાઈમાં માર્યા ગયેલા વીર જવાનોએ એની રોપણી કરી હોવાથી એ વેલા વૃક્ષોનું રૂપ ધારણ કરીને સ્વર્ગની દિશામાં વૃદ્ધિ પામી રહ્યા છે. 

international news offbeat news