માછલીની જીભ ખાઈને પરોપજીવી જીવાત ત્યાં ગોઠવાઈ ગઈ

25 October, 2021 12:35 PM IST  |  Texas | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ટેક્સસમાં ગલવેસ્ટન આઇલૅન્ડ પાર્કમાં જીભ ખાનારી પ્રજાતિની એક જીવાત ઍટલાન્ટિક ક્રૉકરના મોઢામાં જોવા મળી હતી

માછલીની જીભ

બીજા જીવ પર નિર્ભર રહીને જીવન વ્યતીત કરનારા જીવને પરોપજીવી કહેવાય છે.  તાજેતરમાં આવા જ એક પરોપજીવી પ્રાણીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમેરિકાના ટેક્સસમાં ગલવેસ્ટન આઇલૅન્ડ પાર્કમાં  જીભ ખાનારી પ્રજાતિની એક જીવાત ઍટલાન્ટિક ક્રૉકરના મોઢામાં જોવા મળી હતી. ટેક્સસ પાર્ક અને  વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટે એના ફોટો પાડીને ફેસબુક પર પોસ્ટ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પૅરાસાઇટ માછલીની જીભ ખાઈને તેની જીભના સ્થાને ગોઠવાઈને પોતાનું તેમ જ માછલીનું પેટ ભરી રહ્યું હતું. નેટિઝન્સે આ પોસ્ટ પર પોતાની ટિપ્પણી આપતાં કહ્યું કે આ ફોટો જોયા બાદ તથા એની વિગતો જાણ્યા બાદ હવે માછલી ખાવાનું મન નહીં થાય.

offbeat news international news texas