મૅન્ચેસ્ટરની હાઈ સ્કૂલમાં બાળકોને ભેટવા પર પણ પ્રતિબંધ

23 June, 2022 09:36 AM IST  |  Manchester | Gujarati Mid-day Correspondent

આ નિયમ બ્રેક-ટાઇમમાં, લંચ ટાઇમમાં પણ લાગુ

મોસ્લી હૉલિન્સ હાઈ સ્કૂલ

ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટરની મોસ્લી હૉલિન્સ હાઈ સ્કૂલમાં ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે શારીરિક સંપર્કથી દૂર રહેવા સ્ટુડન્ટ્સને પરસ્પર ગળે મળી બાથ ભરવા પર પ્રતિબંધ છે. શારીરિક સંપર્ક ન કરવાના નિયમ મુજબ સ્ટુડન્ટે અન્ય સ્ટુડન્ટને ઊંચકવો, ગલીપચી કરવી કે લડાઈ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ નિયમ બ્રેક-ટાઇમમાં, લંચ ટાઇમમાં પણ લાગુ રહેશે. આ નિયમને સ્ટુડન્ટ્સ, પેરન્ટ્સ તેમ જ નેટિઝન્સ દ્વારા પણ ઘણો કઠોર ગણાવીને વખોડી કાઢવામાં આવ્યો છે. પેરન્ટ્સનું કહેવું છે કે આવા નિયમો ઘડીને સ્કૂલ અમારાં બાળકોને રોબો જેવાં બનાવી રહી છે.

offbeat news international news manchester