સૅન્ટા ચૉકલેટ્સ, પણ માસ્કવાળી

24 November, 2020 12:50 PM IST  |  Mumbai | Mumbai correspondent

સૅન્ટા ચૉકલેટ્સ, પણ માસ્કવાળી

સૅન્ટા ચૉકલેટ્સ, પણ માસ્કવાળી

હંગેરીના લાસ્લો રિમોક્ઝી નામના ભાઈએ કોવિડની મહામારીમાં લોકોમાં માસ્ક પહેરવા સંબંધે જાગૃતિ આણવા મોર્ઝીપન માસ્ક પહેરેલા સૅન્ટા ક્લૉઝ શેપની ચૉકલેટ્સ બજારમાં મૂકી છે. લોકોમાં જાગૃતિ લાવવાની તેની કોશિશ હકીકતમાં તેના ધંધામાં બરકત લાવવા માટે કારણભૂત બની છે. ડીઝર્ટ લવર્સમાં એની ‌‌‌‌ડિમાન્ડ ઊંચકાતાં એના ઑનલાઇન ઑર્ડરમાં નોંધનીય વધારો થયો છે.
હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી લગભગ ૭૦ કિલોમીટરના અંતરે લાજોસ્મિજે સ્થિત તેના ઘરના પાછળના ભાગમાં લાસ્લો રિમોક્ઝી તેની વર્કશૉપ ચલાવે છે. ઑર્ડર વધતાં લાસ્લો રિમોક્ઝીએ તેની સૅન્ટાની ડિઝાઇન વધુ સરળ બનાવી દીધી છે અને હવે તે દિવસમાં લગભગ ૧૦૦ જેટલી ગ્લુટનમુક્ત ઇટાલિયન ચૉકલેટ્સ બનાવે છે.
આ વર્કશૉપમાં સૅન્ટાની ટોપીને પેઇન્ટ કરીને એને માટે માર્ઝીપન સ્ટ્રિપ્સથી માસ્ક બનાવાય છે. માર્ઝીપન એક મીઠી પીળી કે સફેદ પેસ્ટ છે જે બદામ, સાકર અને ઈંડાની સફેદીમાંથી બને છે તથા એનો ઉપયોગ કેકમાં કરવામાં આવે છે.
માગ વધતાં પહેલાં લાસ્લો રિમોક્ઝીએ માસ્ક વિનાના સૅન્ટા બનાવીને એને રંગબેરંગી કાગળથી પૅક કર્યા હતા. જોકે હવે માગ વધતાં તમામ ચૉકલેટ સૅન્ટાનું પૅકિંગ ખોલીને એના પર માસ્ક લગાવવામાં આવી રહ્યા છે.
જોકે લાલ્સો રિમોક્ઝીનું માનવું છે કે કોવિડ-19ની રસી આવ્યા બાદ આ માગમાં આકસ્મિક ઘટાડો નોંધાશે.

santacruz offbeat news international news