જમાઈ માટે બનાવી દોઢ કિલોની ચાંદીની ચંપલ

19 May, 2026 11:45 AM IST  |  Sangli | Gujarati Mid-day Correspondent

એની બનાવટ માટે મજૂરીનો ખર્ચ ૨૨,૦૦૦ રૂપિયા થયો છે

આ ચંપલની તસવીરો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે

મહરાષ્ટ્રના સાંગલીમાં એક પરિવારે પોતાના જમાઈ માટે ચાંદીમાંથી કોલ્હાપુરી ચંપલ તૈયાર કરાવી છે. એની કિંમત લગભગ ચાર લાખ રૂપિયા છે. સોના-ચાંદીના ભાવ આસમાનને આંબી રહ્યા છે એમ છતાં લગ્નસંબંધોમાં પ્રેમ અને સન્માનની અભિવ્યક્તિ માટે સોના-ચાંદીની ચીજોનો ઉપયોગ અવારનવાર થતો આવ્યો છે. સાંગલીમાં એક ભાઈએ પોતાના જમાઈને સ્પેશ્યલ ફીલ કરાવવા માટે ચાંદીની ચંપલ આપી છે. આ ચંપલની તસવીરો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. અેમાં દોઢ કિલો ચાંદી વપરાઈ છે અને એની બનાવટ માટે મજૂરીનો ખર્ચ ૨૨,૦૦૦ રૂપિયા થયો છે. કોલ્હાપુરના કારીગરોને આ ચંપલ બનાવતાં આઠ દિવસનો સમય લાગ્યો હતો. 

sangli maharashtra viral post maharashtra news offbeat news news