પાવરલિફ્ટરની કારકિર્દી પસંદ કરનારી પ્રથમ કાશ્મીરી મહિલા

15 February, 2021 09:17 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

પાવરલિફ્ટરની કારકિર્દી પસંદ કરનારી પ્રથમ કાશ્મીરી મહિલા

સાઇમા ઉબૈદ પાવરલિફ્ટિંગ કૉમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવીને જમ્મુ-કાશ્મીરમાં પાવરલિફ્ટિંગને કારકિર્દી બનાવનાર પ્રથમ મહિલા બની છે. તેનો પતિ ઉબૈદ હાફિઝ પણ પાવરલિફ્ટર છે. તેણે જ સાઇમાને ટ્રેઇનિંગ આપીને રાજ્યની પહેલી પાવરલિફ્ટર બનવાનું માન મેળવવા સુધી આગળ વધારી છે. જમ્મુ-કાશ્મીર પાવરલિફ્ટિંગ અસોસિએશને પહેલી વખત શ્રીનગરમાં મહિલાઓ માટે પાવરલિફ્ટિંગ કૉમ્પિટિશન યોજી હતી. રાજ્યના દરેક પ્રાંતમાંથી સ્પર્ધક મહિલાઓ આવી હતી. ૨૦૨૦ના ડિસેમ્બર મહિનામાં ચોથી પાવરલિફ્ટિંગ, બેન્ચપ્રેસ, ડેડલિફ્ટ કૉમ્પિટિશન યોજાઈ હતી, એમાં સાઇમા સુવર્ણ ચંદ્રક જીતી હતી. લગ્ન થયા પછી અને એક બાળકના જન્મ પછી પણ પાવરલિફ્ટિંગની ટ્રેઇનિંગ અને પ્રૅક્ટિસ ચાલુ રાખી હતી.

offbeat news international news jammu and kashmir