બોલો, રશિયાના આ ખાબોચિયાનું પોતાનું આગવું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે

26 December, 2020 10:30 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

બોલો, રશિયાના આ ખાબોચિયાનું પોતાનું આગવું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે

મુંબઈ તથા અન્ય શહેરોમાં ચોમાસામાં રસ્તા પરનાં ખાડા-ખાબોચિયાં પ્રત્યે અણગમો અને રોષ વ્યક્ત થતો આવ્યો છે. લોકો અખબાર અને સોશ્યલ મીડિયામાં એવાં ખાડા-ખાબોચિયાંની તસવીરો મૂકીને સુધરાઈ જેવાં વહીવટી તંત્રોની નિષ્ક્રિયતાની ચર્ચા કરતા હોય છે, પરંતુ રશિયાના પૂર્વના યુઝ્‍નો સાખાલિન્સ્ક શહેરની તિખુકિયાન્સ્કાયા સ્ટ્રીટ પર પચીસેક વર્ષથી એક ખાબોચિયું હટાવવાની માગણી કોઈ સાંભળતું નથી. એ જ્યાં છે ત્યાં જ વર્ષોથી છે એટલે એની ‘‘જૈસે થે’ સ્થિતિ લોકોની ચર્ચાનો વિષય બની છે. 

રશિયા તથા પૂર્વ યુરોપના અનેક દેશોમાં બને છે એ રીતે રસ્તા પર કે અન્ય જાહેર સ્થળે   પહેલાં નાનો ખાડો પડ્યો હોય અને  સુધરાઈ જેવા સ્થાનિક  વહીવટી તંત્રની બેદરકારી કે આંખ આડા કાનની નીતિને કારણે એનો વિસ્તાર થતો જાય એવું આ કિસ્સામાં પણ બન્યું છે. વહીવટી તંત્રની નીંભરતાથી ત્રાસીને નિકોલાઈ નામના એક સ્થાનિક નાગરિકે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર  એ ખાબોચિયાનું પેજ શરૂ કરીને ખાબોચિયાના અસ્તિત્વની રજત જયંતીની જાહેરાત કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર એ પેજના ૧૬,૦૦૦ ફૉલોઅર્સ છે. લોકો રોષ અને કટાક્ષ કરતી સેંકડો પોસ્ટ લખતા હોવા છતાં તંત્રની ઊંઘ ઊડી નથી.

offbeat news international news russia