28 July, 2026 02:50 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent
રશિયામાં થઈ ટૉઇલેટના કમોડમાંથી ડ્રિન્ક પીવાની અને સૌથી લાંબો સમય કમોડ પર બેસી રહેવાની સ્પર્ધા
રશિયામાં એક પ્લમ્બિંગ કંપનીએ ગ્રાહકોને આકર્ષવા માટે વિચિત્ર કૉમ્પિટિશનનું આયોજન કર્યું હતું. હેતુ હતો કંઈક વિયર્ડ કરીને વધુ ને વધુ લોકોમાં બઝ ક્રીએટ કરવાનો. વિયર્ડ કામ કરવા બદલ ઇનામની રકમ પણ રાખી હતી જેથી વધુ લોકોનું પાર્ટિસિપેશન મળે. આ સ્પર્ધામાં જાતજાતના રાઉન્ડ હતા. એક રાઉન્ડમાં તો સ્પર્ધકોએ કમોડમાં મૂકેલા ડ્રિન્કને સ્ટ્રૉથી પીવાનું હતું. જે વ્યક્તિ સૌથી પહેલાં એ ડ્રિન્ક પૂરું કરે તેને ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હતો. રશિયાના સ્ટાવરોપોલ શહેરના એક શૉપિંગ મૉલમાં યોજાયેલી આ સ્પર્ધા બે તબક્કામાં થઈ હતી. પહેલા તબક્કામાં લોકોએ કમોડમાંથી પીણું પીવાનું હતું. આ સ્પર્ધાના ૭ રાઉન્ડ થયા. એ દરેકમાં જે વિનર બન્યા એ સાતેય જણની વચ્ચે ટૉઇલેટ કમોડ પર સૌથી લાંબો સમય બેસવાની સ્પર્ધા થઈ. આ સ્પર્ધા જીતવા માટે લોકો લગભગ ૧૦ કલાક સુધી કમોડ પર બેસી રહ્યા હતા. સાતમાંથી બે જ જણ ડ્રૉપઆઉટ થયા. બાકીના પાંચેય જણ કમોડ પરથી ટસના મસ ન થયા. ફાઇનલ જીતનારને ૧ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. જોકે આ સ્પર્ધા વિયર્ડ હોવાથી સોશ્યલ મીડિયા પર જબરો હોબાળો મચ્યો હતો અને પ્લમ્બિંગ કંપનીને જબરજસ્ત નેગેટિવ પબ્લિસિટી મળી હતી. જોકે માર્કેટિંગના જમાનામાં તો નેગેટિવ વાતો જ વધુ ફેલાય છે.