થીજેલી નદી પર કાર ચલાવવી હોય તો ચાલો રશિયા

11 March, 2019 08:42 AM IST  |  રશિયા

થીજેલી નદી પર કાર ચલાવવી હોય તો ચાલો રશિયા

હા હા, આ નદી જ છે!

રશિયાના સૌથી ઠંડા ગણાતા સાઇબેરિયામાં શિયાળામાં લગભગ માઇનસ પચાસ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન જતું રહે છે. એને કારણે આખેઆખી નદીઓ થીજીને કડક પથરા જેવી થઈ જાય છે. સાઇબેરિયાના ત્રીજા નંબરના મોટા ક્રાસ્નોયાસ્ત્ર્ક શહેરમાં આવેલી યેન્સેઇ નદી પણ આવી બર્ફીલા પથરામાં તબદીલ થઈ જાય છે.

૧૧ લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં તાજેતરમાં સ્નો ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે નદી પર કાર ચલાવવાની છૂટ અપાઈ છે. નદીના એક છેડેથી બીજા છેડાનું અંતર લગભગ પાંચ કિલોમીટર જેટલું છે. વાહનો બરફની નદી પર પસાર થતાં હોવાથી એમાં ઠેર-ઠેર ક્રૅક્સ પડેલી જણાય છે. પહેલાં એના પર ભારે ટ્રક અને લોડર ચલાવીને પરીક્ષણ કર્યા પછી બરફ પર કાર ચલાવવાનું સેફ છે એવું પ્રશાસને કહ્યું છે. નદીમાં ઠેર-ઠેર બરફની પાળી બનાવીને એક ટ્રૅક જેવું પણ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અમેરિકાઃ દોસ્તે કરેલો ટેલિગ્રામ 50 વર્ષ પછી પોસ્ટથી મળ્યો

દર વર્ષે ક્રાસ્નોયાસ્ર્કમાં આઇસ-સ્કલ્પ્ચર ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ ફેસ્ટિવલમાં બીજું એક જોણું ઉમેરાયું છે બર્ફીલી નદી પર કાર ચલાવવાનું. રશિયામાં ટૂરિઝમ આકર્ષવા માટે ઠંડીની સીઝનમાં આવાં ગતકડાં થતાં રહે છે.

offbeat news hatke news