રોડ પર દોડતાં-દોડતાં હવામાં ઊડી જતી ઍરકારને મળ્યું ફ્લાઇંગ સર્ટિફિકેટ

28 January, 2022 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૅન્ડિંગ થયા બાદ આ કાર ત્રણ મિનિટમાં જ સ્પોર્ટ્સ કારમાં પરિવર્તિત થઈ જાય છે, જેમાં ૧૬૦ હૉર્સ પાવરનું એન્જિન છે. 

રોડ પર દોડતાં-દોડતાં હવામાં ઊડી જતી ઍરકારને મળ્યું ફ્લાઇંગ સર્ટિફિકેટ

૮૦૦૦ ફુટ કરતાં વધુ ઊંચાઈએ ઊડતી અને ૧૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે જતી ફ્લાઇંગ કારનું વેચાણ હવે બહુ દૂરની વાત નથી, કારણ કે સ્લોવાકિયામાં ઍરકાર ક્રાફ્ટ જે રોડ પરથી દોડતાં માત્ર ત્રણ જ મિનિટમાં પ્લેનમાં પરિવર્તિત થઈ શકે છે. એ ઊડવા માટેની જરૂરી સેફ્ટી ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે. એને આ સ્ટેટસ યુરોપિયન એવિયેશન સેફ્ટી એજન્સી સ્ટાન્ડર્ડ મુજબ સતત ૭૦ કલાક સુધી ફ્લાઇટ ટેસ્ટિંગ દરમ્યાન ૨૦૦ જેટલા ટેક-ઑૅફ અને લૅન્ડિંગ બાદ મળ્યું છે. પાઇલટના ફ્લાઇટ કન્ટ્રોલ વગર પર આ ઍરકારની ટેક-ઑફ અને લૅન્ડિંગની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. ૧૨ મહિનાની અંદર ડેવલપર દ્વારા નવા પ્રોડકશન મૉડલને બહાર પાડવામાં આવે એવી શક્યતા છે. આ મૉડલની કિંમતને લઈને હજી કઈ વિગતો બહાર આવી નથી. જોકે તેણે ફ્લાઇંગ કારના મોટા પ્રમાણમાં પ્રોડકશનના દરવાજા ખોલી નાખ્યા છે. 
આ કારની શોધ કરનાર પ્રોફેસર સ્ટીફન ક્લેઇનના જણાવ્યા પ્રમાણે આનાથી મિડ-ડિસ્ટન્સ ટ્રાવેલ સંપૂર્ણપણે બદલાઈ જશે. એના નિર્માણમાં સલામતીનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. સ્લોવેકિયામાં ૬ મહિના પહેલાં આ કાર દ્વારા બે શહેરની વચ્ચેની ફ્લાઇટને સફળતાપૂર્વક પૂરી કર્યાના ૬ મહિના બાદ આ સર્ટિફિકેટ મળ્યું છે. લૅન્ડિંગ થયા બાદ આ કાર ત્રણ મિનિટમાં જ સ્પોર્ટ્સ કારમાં પરિવર્તિત થઈ જાય છે, જેમાં ૧૬૦ હૉર્સ પાવરનું એન્જિન છે. 
ગયા વર્ષે જ રનવે પર દોડીને વિમાનમાં પરિવર્તિત થઈ જતી આ કારનાં ફુટેજ રિલીઝ કરવામાં આવ્યાં હતાં. વળી લૅન્ડિંગ બાદ એની પાંખ પણ જાતે જ ફોલ્ડ થઈ જાય છે. 
ઍરકારમાં બીએમડબ્લ્યુ એન્જિન બેસાડવામાં આવ્યું છે તેમ જ એ સામાન્ય પેટ્રોલ પમ્પના ઈંધણ પર પણ ચાલે છે તથા એમાં બે વ્યક્તિ પ્રવાસ કરી શકે છે.

offbeat news