04 October, 2025 01:13 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં RSSના એક કાર્યકરનું અચાનક જ મૃત્યુ થયું હતું. સંઘના શતાબ્દી મહોત્સવ નિમિત્તે સીતાપુરમાં RSSના કાર્યકરોની માર્ચ નીકળી હતી. એમાં કેટલાક કાર્યકરો ઢોલ વગાડીને માર્ચને લીડ કરી રહ્યા હતા. અંકિત સિંહ નામનો એક કાર્યકર પદયાત્રામાં ઢોલ વગાડતાં-વગાડતાં અચાનક સંતુલન ગુમાવીને આગળની તરફ ઢળી પડ્યો હતો. પહેલાં એવું લાગ્યું કે કદાચ તે સંતુલન ખોઈને પડ્યો છે, પરંતુ તે સીધો મોં જમીન પર પછડાય એ રીતે પડ્યો હતો અને પછી હલી જ ન શક્યો. આ દૃશ્ય જોઈને ત્યાં મોજૂદ અન્ય સ્વયંસેવકો અચાનક જ આઘાતમાં સરી પડ્યા હતા. તરત જ તેને ઊંચકીને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.