રોમમાં નવા વર્ષની સવારે રોડ પર મૃત પંખીઓની ચાદર

04 January, 2021 09:38 AM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

રોમમાં નવા વર્ષની સવારે રોડ પર મૃત પંખીઓની ચાદર

રોડ પર પડેલા મૃત પંખીઓ

ઇટલીની રાજધાની કરતાં ખ્રિસ્તીઓ અને તેમના ધર્મગુરુ પોપના ધામ કે મથકરૂપે વિશેષ ઓળખાતા રોમ શહેરમાં ગઈ ૩૧ ડિસેમ્બરની મધરાતે એટલાબધા ફટાકડા ફોડવામાં આવ્યા કે પશુ-પક્ષીઓ ગભરાઈ ગયાં. ફટાકડાના અવાજ અને આતશબાજીની ઝાકઝમાળથી પાળતુ પ્રાણીઓ અને પંખીઓ ફફડી ઊઠે છે. ૧ જાન્યુઆરીની સવારે રોમ શહેરના રસ્તા પર સેંકડો મરેલાં પક્ષી મળ્યાં હતાં. સ્થાનિક જીવદયાપ્રેમીઓ અને ઍનિમલ રાઇટ્સ ગ્રુપ્સે આ બાબત સામે ઊહાપોહ શરૂ કર્યો છે; પરંતુ ચર્ચ, વેટિકન કે પોપ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

offbeat news international news rome italy new year