બોલો, કેટલા બિલ્યન હશે આ કારની કિંમત?

22 May, 2022 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોલ્સ રૉયસે વિશ્વની સૌથી મોંઘી નવી કારની અનાવરણ કર્યું છે, જેની કુલ કિંમત ૬ કરોડ પાઉન્ડ (લગભગ ૫૮૩.૪૨ કરોડ રૂપિયા) છે.

રોલ્સ રૉયસે વિશ્વની સૌથી મોંઘી નવી કારની અનાવરણ કર્યું છે

રોલ્સ રૉયસે વિશ્વની સૌથી મોંઘી નવી કારની અનાવરણ કર્યું છે, જેની કુલ કિંમત ૬ કરોડ પાઉન્ડ (લગભગ ૫૮૩.૪૨ કરોડ રૂપિયા) છે. મોતીના વેપારમાં ભવિષ્ય બનાવનારા ગુપ્ત અને અનામી કુટુંબ દ્વારા આ શાનદાર કાર બનાવડાવવામાં આવી છે. કારમાં ડેશબોર્ડ ક્લૉક અને વૈભવી ગૅજેટ છે.
કારની પાછળના ભાગમાં એક પ્રકારનો ડાઇનિંગ સેટ, ડ્રિન્ક્સ ચિલર અને ફૂડ હીટર, ફોલ્ડિંગ ખુરસીઓ, વિસ્તરણ કરી શકાય એવાં ટેબલ અને છત્રી છે.

offbeat news