બે ભાગમાં અડીખમ ઊભો છે આ ખડક

18 September, 2021 08:54 AM IST  |  Saudi Arabia | Gujarati Mid-day Correspondent

તાયમા ટાપુ પર ખડકોની કુદરતી રચના એવી અનોખી છે કે સૌને આશ્ચર્ય થાય છે

ખડક

સાઉદી અરબના તાયમા ટાપુ પર ખડકોની કુદરતી રચના એવી અનોખી છે કે સૌને આશ્ચર્ય થાય છે. અલ નાસલા રૉક ફૉર્મેશન તરીકે જાણીતા એ ખડકમાં બરાબર વચ્ચોવચ લેસર બીમ વડે તડ પાડી હોય એવા પર્ફેક્શનથી એના બે ભાગ દેખાય છે. એ તડની અસર ખડકની સ્થિરતા પર થતી નથી. સૅન્ડસ્ટોનના બે ખડકોની ચોક્કસ ગોઠવણી ભૂગોળ અને ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસુઓ અને ઇતિહાસકારો માટે રસપ્રદ વિષય બની છે. એ ખડકનું ઘડતર કેવી રીતે કરવામાં આવ્યું હશે એ બાબત તેમને માટે પણ રહસ્ય અને આશ્ચર્યનો વિષય છે. ખાસ કરીને હાલમાં એ વિષયની ચર્ચા સોશ્યલ મીડિયા પર સઘનતાથી ચાલી રહી છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર એ તસવીરની નીચે કમેન્ટ્સ કરનારા કેટલાક લોકો માને છે કે પ્રાચીન કાળના એ ખડકો એ વખતની વૈજ્ઞાનિક આધાર ધરાવતી સંસ્કૃતિના પ્રતીકરૂપ છે. કોઈને એમ પણ લાગે છે કે એ પરગ્રહવાસીઓએ કંડારેલો આકાર છે.

offbeat news international news saudi arabia