જાદુ કી જપ્પી આપતો રોબો

22 December, 2022 12:39 PM IST  |  Berlin | Gujarati Mid-day Correspondent

ઍલેક્સિસ તેમ જ તેના સાથીદાર ઘણા સમયથી હગીબોટ પ્રોજેક્ટ ટૂંકમાં ભેટતો રોબોટ સાથે સંકળાયેલા છે.

હગીબોટ ૩.૦

રોબો માણસને ભેટીને એને મદદ કરી શકે એવું ભલે કોઈ ન માનતું હોય પરંતુ મેક્સ પ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટેલિજન્ટ સિસ્ટમના વૈજ્ઞાનિકોની ટીમ એની સાથે અસંમત છે. ઍલેક્સિસ તેમ જ તેના સાથીદાર ઘણા સમયથી હગીબોટ પ્રોજેક્ટ ટૂંકમાં ભેટતો રોબોટ સાથે સંકળાયેલા છે. તેઓ એક એવો રોબો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે માણસની જેમ આલિંગન આપી શકે. હગીબોટ ૩.૦ આવો જ એક ભેટતો એટલે કે જાદુની જપ્પી આપતો રોબો છે. ભેટવા માટે જાદુ કી જપ્પી આ શબ્દ મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મને કારણે ઘણો જાણીતો થયો હતો. હગીબોટના નિમાર્તાઓનો એવો દાવો છે કે આ માનવ કદના આકારનો જાદુની જપ્પી આપતો રોબો છે. જેવી કોઈ વ્યક્તિ ભેટે એટલે એની કૃ​ત્રિમ છાતીની અંદરના બૅરોમેટ્રિક પ્રેશર સેન્સર અને માઇક્રોફોન માનવ સ્પર્શને શોધી કાઢે છે. ટીમે આ રોબોની ટ્રાયલ દરમ્યાન ૫૧૨ લોકોના પ્રતિસાદનો ઉપયોગ કરીને એના મશીનની સિસ્ટમને તાલીમ આપી હતી. આ રોબો સ્થિર રહી શકે. સહેજ ખસી શકે તેમ જ સામેની વ્યક્તિની પીઠને થપથપાવી શકે છે. ઍલેક્સિસ ઈ. બ્લૉકે ૨૦૧૬થી રોબોટિક્સમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરતી વખતે હગીબોટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. હાલ પણ આ પ્રોજેક્ટ સંપૂર્ણ નથી. તેમને આશા છે કે એક દિવસ સંપૂર્ણ માનવ જેવું આલિંગન આપતો રોબો બનાવશે.

offbeat news technology news germany international news